Funngyan.com (તડાફડી)

હાથી, મહાવત અને સરદારજી

Posted in બત્રીસ કોઠે દીવા by અનિમેષ અંતાણી on April 12th, 2008

એક વખત એક સર્કસમાં આગ લાગી અને બધું જ બળીને ખાખ થઈ ગયું, ફક્ત એક હાથી અને તેનો મહાવત બચ્યા.

મહાવત પોતાના ગુજરાન અને હાથીના ભરણપોષણ માટે હવે શું કરવું તેની ચિંતામાં પડ્યો. કાયદાના કડક નિયમોને કારણે અને ફક્ત એક જ હાથી બચ્યો હોવાને કારણે ફરી સર્કસ ચાલુ કરવું અશક્ય લાગતાં મહાવતે એક નવો તુક્કો અજમાવ્યો. તે ગામે ગામ અને શહેર શહેર ફરીને લોકોને પડકાર કરતો કે હાથીને બેપગે ઊભો કરો અને ૧૦૦ રૂપિયા ઈનામમાં મેળવો. તે માટે તેણે ૧૦ રૂપિયા ટિકિટ રાખી.

દિવસ દરમ્યાન ઘણા લોકો આ પડકાર જીલી લેતા અને હાથીને બેપગે ઊભો રહેવા માટે અલગ અલગ રીત અજમાવતા. કોઈ બોલીને હાથીને બેપગે ઊભું રહેવા કહેતું તો કોઈ બુચકારીને, કોઈ એક્ટીંગ કરીને તો  કોઈ ઠપકારીને. હાથીને કંઇ અસર નહોતી થતી અથવા એમ કહી શકાય કે કંઇ ન કરવા માટે મહાવતે તેને તૈયાર કર્યો હતો! લોકોને આમ કરતાં સારું એવું મનોરંજન મળતું અને મહાવતને સારી એવી કમાણી થતી અને પોતાનું અને હાથીનું પેટ ભરી શકતો. ગામમાં લોકોનો રસ ઓછો થતાં તે બીજા ગામે જતો અને એવી રીતે તેનું ગુજરાન ચાલતું.

એક દિવસ એક સરદારજી આવ્યો અને તેણે ૧૦ રૂપિયા આપીને આ પડકાર જીલ્યો. તેણે હાથીને ફરતે અઢી ચક્કર લગાવ્યા અને હાથીની પાછળ ઊભો રહ્યો અને ઓચીંતાનો હાથીની પૂંછડી પકડીને લટકી પડ્યો. ખડતલ, મજબૂત અને કદાવર સરદારજીના આ આક્સ્મિક પ્રહારની હાથીને અપેક્ષા નહોતી અને અચાનક પૂછડી ખેંચાતા આગળથી તે ઊંચો થયો અને બેપગે બેસી ગયો. આ સાથે મહાવતનો પડકાર જીતીને તેણે ૧૦૦ રૂપિયા મેળવ્યા.

લોકોને હવે ખબર પડી ગઈ છે એટલે મહાવતે આ ગામ છોડીને બીજા ગામે ગયો અને નવા પડકાર સાથે પોતાનો ખેલ કરવા લાગ્યો.

આમ ફરતાં ફરતાં ફરી એક ગામમાં પેલા સરદારજીનો ભેટો થયો! તેણે મહાવત પાસે ફરી પડકાર જીલવાની તૈયારી બતાવી. મહાવતે કહ્યું: ”આ વખતે શરતો અને નિયમો તેના તે જ છે પણ પડકાર નવો છેઃ હાથીને બે વખત ઉપરથી નીચે અને નીચેથી ઉપર અને બે વખત ડાબેથી જમણે અને જમણેથી ડાબે માથું હલાવવાનું છે.” (મહાવતે પોતાનું માથું હલાવીને બતાવ્યું.)

સરદારજી મહાવતનો પડકાર સમજી ગયો અને તેણે ૧૦ રૂપિયા આપીને પડકાર જીલી લીધો! તેણે હાથીને ફરતે બે ચક્કર લગાવ્યા અને હાથીની બરાબર સામે ઊભો રહ્યો અને કહ્યું: ”પહેચાના?”

હાથીએ તરત ઉપરથી નીચે અને નીચેથી ઉપર બે વખત માથું હલાવ્યું (”હા”).

“ખીંચું?” હાથીએ બે વખત ડાબેથી જમણે અને જમણેથી ડાબે માથું  હલાવ્યું (”ના”).

***

[બાળકોને બહુ જ ગમતો આ ટુચકો મેં ક્યાંક સાંભળ્યો હતો અને યાદાસ્ત પરથી લખ્યો છે]

2 Responses to 'હાથી, મહાવત અને સરદારજી'

Subscribe to comments with RSS or TrackBack to 'હાથી, મહાવત અને સરદારજી'.

  1. કુણાલ said, on April 12th, 2008 at 3:25 pm

    :) સરદારજી પરનો આ કંઈક નવી શૈલીનો ટૂચકો !!!

  2. Kartik Mistry said, on April 12th, 2008 at 8:19 pm

    Crappy joke. Animesh, bring something new, dude..

Leave a Reply