બત્રીસ કોઠે દીવા: પતિ-પત્ની
કામ પરથી થાક્યો પાક્યો પતિ ઘરે આવે છે.
પત્ની: ”જુઓને આ ઈસ્ત્રી ચાલતી નથી.”
પતિ: ”હું કાંઇ ઇલેક્ટ્રીશિયન નથી, ઇલેક્ટ્રીશિયનને બોલાવી લે.”
બીજે દિવશે પણ પતિના આવવા સાથે પત્ની કહે છે: ”જુઓને આ કબાટના દરવાજા ખૂલતા નથી.”
પતિ: ”હું કાંઇ સુતાર નથી, કોઇ સુતારને પકડીને કરાવી લે.”
ત્રીજે દિવશે પતિ ઘરે આવે છે ત્યારે પત્ની ખુશ થતાં: ”મારા બધા કામ થઈ ગયા! બાજુવાળો યુવાન પડોશી આવીને કબાટના બારણા અને ઈસ્ત્રી સરખી કરી ગયો.”
પતિ: ”સરસ… બદલામાં તેણે કહીં માગ્યું?”
પત્ની: “ના, પણ તેની એક શરત હતી, કામના બદલામાં બહુ બધી પપ્પી આપવી અથવા ગરમ જલેબી બનાવીને ખવડાવાની”
પતિ: ”જલેબીમાં પેલી સાચી કેશર આપણી પાસે છે તે નાખી હતી ને…?”
પત્ની: ” જલેબી?, હું કાંઇ કંદોઈ નથી…”

સારું થયું ખાલી પપ્પીથી જ કામ પતી ગયું..